Paurav Shukla public
[search 0]
More
Download the App!
show episodes
 
This is a podcast about various purans (in Gujarati), that promote bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the ...
  continue reading
 
Loading …
show series
 
આજથી આપણે દેવી ભાગવતના બીજા સ્કંધની શરૂઆત કરી રહ્યા છે. આજના અધ્યાયમાં આપણે વ્યાસજીના જન્મની પૂર્વ ભૂમિકા બાંધી છે અને મત્સ્ય ગંધાની વાત કરવી છે.
  continue reading
 
શુકદેવજીને હજી પણ કેટલાક પ્રશ્નો છે જનકજી સાથે. જીવન મુક્તિ વિશેના. જેના સુંદર જવાબ જનકજી આપે છે. આ સાંભળીને શુકદેવજીના બધા સંદેહ દૂર થાય છે અને તેઓ ગૃહસ્થ આશ્રમમાં સ્થિત થાય છે. ત્યાર બાદ ગૃહસ્થાશ્રમને ભોગવીને શુકદેવજી સંન્યાસ ધારણ કરે છે તેની કથા આપણે આજે સાંભળીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે પિતાના કહેવા બાદ શુકદેવજી જનકજી ની પરીક્ષા કરવા માટે મિથિલા પુર ગયા છે તેની કથા સાંભળીશું. શુકદેવજી અને જનકજીના દ્વારપાળ વચ્ચેનો સંવાદ જેમાં રાગી અને વિરાગી પુરુષમાં શું તફાવત છે તે પણ જાણીશું. અને ત્યાર બાદ શુકદેવજી કેવી રીતે જલકમલવત મહેલમાં પણ રહી શકે છે તે જાણીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં વ્યાસજી આપણને ભગવાન વિષ્ણુ અને દેવી વચ્ચેનો સંવાદ સંભળાવે છે અને તેના દ્વારા શુકદેવજી ને સંદેશ આપે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ, વર્ણાશ્રમમાં રહીને પણ માણસ, દેવી ભાગવત સમજી શકે છે.
  continue reading
 
જ્યારે વ્યાસજી શુકદેવજીને વર્ણાશ્રમ વિશે સમજાવે છે ત્યારે તેના જવાબમાં શુકદેવજી પોતાના પિતા વ્યાસજીને સંન્યાસ વિશેની વાત કહે છે તેઓ તો સન્યાસી છે. તે સમય તત્ત્વગ્યાનની તલબ લાગેલી હોવાથી શુકદેવજી વ્યાસજી પાસે તત્વનાની.ભિક્ષા માંગે છે. તેના જવાબ વ્યાસજી તેમને દેવી ભાગવત સમજવાની વાત કરેં છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે ઇલા જે એક ઇમ્પોર્ટેંટ કથાનક છે દેવી ભાગવતનું તેની અને બુધના પ્રેમ અને તેમના બાળક પુરુરવા વિશેની વાત સાંભળીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે ગુરુ બૃહસ્પતિની પત્ની તારા અને ચંદ્ર વચ્ચે થયેલા પ્રેમના લીધે, ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રની વચ્ચે થયેલી લડાઈ અને તેના નિરાકરણની વાત સાંભળીશું. આ ઘટના આપણને બુધના જન્મ તરફ લઇ જશે. આપણે આ યુદ્ધની પાછળ રહેલી મર્મ ની વાત જાણીશું.
  continue reading
 
પુત્ર કામનાથી વ્યાસજી વ્યાકુળ થયા છે.અને એ સમયે તેમણે શિવા અને શિવની આરાધના કરી. એમના તપથી પ્રસન્ન થઈ શિવજીએ એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યુ. ત્યારબાદ વ્યાસજી પોતે પોતાના આશ્રમમાં આવે છે અને ત્યાં એક અપ્સરાને જોવે છે. પણ અપ્સરાને જોઇને તેમના મનમાં એવો ભાવ થાય છે કે આના દ્વારા મને ગૃહસ્થાશ્રમની પ્રાપ્તિ થશે તો બીજા શું કેહ્શે.…
  continue reading
 
ઋષિઓએ પ્રશ્ન કર્યો કે, શ્રીવિષ્ણુ ,શિવજી અને બ્રહ્માજી કરતા પણ શક્તિ કેમ વધારે ઉપાસના લાયક છે. એના જવાબમાં સુતજી આપણને શક્તિનું મહાતમ્ય સમજાવે છે.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે બ્રહ્માજીએ કરેલી ભગવાન વિષ્ણુ અને મહાદેવીની અદ્ભુત સ્તુતિ સાંભળીશું. મધુકૈટભના ત્રાસથી બ્રહ્માજી વિષ્ણુભગવાન પાસે આવ્યા છે અને એમને નિદ્રાધીન થયેલા જોઈને, તેઓ મહાદેવીની સુંદર સ્તુતિ કરે છે.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે જીવની ઉત્પત્તિ વિશે વ્યાસજીએ કરેલ મર્મ ની વાત જાણીશું. એની સાથે આપણે મધુકૈટભના યુદ્ધની પૂર્વ ભૂમિકા વિશે જાણીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે ભગવતીની બહુ સુંદર સ્તુતિ સાંભળવાની છે. એની સાથે આપણે ભગવાન વિષ્ણુએ હયગ્રીવ રૂપ કેમ ધારણ કર્યું તેની કથા જાણીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે વ્યાસજીએ ચાતક પક્ષીના બાળ પ્રેમમાં પોતાનું પુત્ર સુખ જોવાનો પ્રયત્ન કર્યો છે તેના વિશે જાણીશું. આપણે દેવીની સર્વોત્તમતાની કથા વિશે વિષ્ણુ ભગવાને કરેલી વાર્તા સાંભળીશું.
  continue reading
 
અધ્યાયમાં આપણે પુરાણ, ઉપપુરાણો, અને વ્યાસ વિશેની માહિતી મેળવીશુ. સુતજી આપણને સાચા દેવી ભાગવતના શ્રોતા કેમ થવું તેના વિષે માહિતી આપે છે.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે દેવીની સુંદર સ્તુતિ કર્યાં બાદ, આપણે પુરાણોના લક્ષણ વિષે સાંભળશું . આપણે બિગ બેંગ થેઓરી જે physics માં ખુબ જાણીતી છે તેના વિષે પણ વાત કરશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે દેવી ભાગવત્ પુરાણનું શ્રવણ કેમ કરવું એના વિષે ચર્ચા કરવી છે.શૌનકજી અને સુતજી વચ્ચેનો સંવાદ પણ આપણે સાંભળીશું. આપણે જ્ઞાનની ઉપાસના કેમ કરવી એના વિષે પણ વાત કરિશુ.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે કુપુત્ર કેવી રીતે વંશનું અહિત કરે છે તેના વિષે જાણીશું. આપણે રેવતીના ઉદ્યભવ અને તેના દુદર્મ સાથે લગ્ન અને તેમના પુત્ર રેવતની કે જે પાંચમા મનુ છે તેમના વિશેની વાત કરશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે હિંદુ શાસ્ત્રના એક બહુજ ઇમ્પોર્ટન્ટ પાત્ર ઇલા (સ્ત્રી સ્વરૂપ) અને સુદ્યુમ્ન (પુરુષ સ્વરૂપ) વિષે વાત કરીશું. આપણે આ પાત્ર દ્વારા સૂર્યવંશી અને ચંદ્રવંશી વચ્ચે કેવા પ્રકારની લિંક છે તેના વિશે જાણીશું.
  continue reading
 
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ, સ્યમંતક મણિ, જામ્બવન અને શ્રી કૃષ્ણના યુદ્ધની વાત કરવી છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિ શ્રદ્ધા અને નિષ્ઠાની પણ વાત કરશું.
  continue reading
 
Rishi Panchami, dedicated to all the sages in Hinduism, is an important day to reflect on our journey as humans on this Earth. In this unique podcast conversation, Professor Dr. Phani Tej Adidam (USA) and I explore important questions around What is Rishi Panchami? Who is a Rishi? And more spiritual questions surrounding Rishi Tatva?…
  continue reading
 
શ્રીમદ્ ભાગવતના આ છેલ્લા અધ્યાયમાં આપણે ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા અને વક્તા ના લક્ષણો, તેની શ્રવણવિધિ અને મહાત્મ્યની કેટલીક વાતો કરીશું. જય શ્રી કૃષ્ણ.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની પરંપરા અને તેનું મહત્વ, તથા ઉદ્ધવજીએ બૃહસ્પતિજી પાસેથી સાંભળેલી ભાગવત શ્રવણ ની વાર્તા કરીશું. ભાગવતજી ના શ્રવણથી શ્રોતાઓને ભગવતધામ ની પ્રાપ્તિ થાય છે તેના વિષયે પણ આપણે આજે જાણીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે યમુનાજી અને શ્રી કૃષ્ણ પત્નીઓનો સંવાદ, અને યમુનાજી દ્વારા દર્શાવેલા શ્રી કૃષ્ણ ના કીર્તન ઉત્સવમાં ઉદ્ધવજી ના પ્રગટ થવાની વાત સાંભળીશું.
  continue reading
 
આજે આપણે ભાગવત પુરાણના મહાત્મ્ય નો પ્રથમ અધ્યાય સાંભળીશું, જેમાં પરીક્ષિત અને વજ્રનાભના મિલન, શાંડિલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન સાંભળીશું.
  continue reading
 
ભાગવત પુરાણના છેલ્લા અધ્યાયમાં આપણે વિભિન્ન પુરાણોની શ્લોકસંખ્યા અને શ્રીમદ ભાગવત નો મહિમા કેમ અનુપમ છે તેના વિશે સાંભળીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ સાંભળીશું. તેના દ્વારા સુતજી આપણને સંપૂર્ણ ભાગવત નો મહિમા સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે ભગવાન ના અંગો, ઉપાંગો, અને આયુધો નું રહસ્ય સાંભળીશું. આ ઉપરાંત શૌનકજી દ્વારા કરાયેલા પ્રશ્નના જવાબમાં, સુતજીએ કરેલું વિભિન્ન સૂર્યગણોનું વર્ણન પણ સાંભળીશું.
  continue reading
 
માર્કેન્ડય ઋષિ પોતાના આશ્રમ પાસે ભગવાનના શરણાગત ભાવમાં તન્મય થઈ ગયા છે ત્યારે આકાશ માર્ગેથી વિચરણ કરતા ભગવાન શંકર, પાર્વતીજી, અને તેમના ગણ ત્યાં પધારે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને વરદાન માગવા કહે છે અને માર્કેન્ડય ઋષિ ભગવાન પાસેથી તે ભગવાનના ચરણોમાં સ્થાપિત રહી શકે એવું વરદાન માંગે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને જણાવે છે કે તેઓ પોતાના ભક્તોને હ…
  continue reading
 
ભગવાન નર-નારાયણ માર્કેન્ડય ઋષિ ને વરદાન માંગવા માટે આજ્ઞા કરે છે અને માર્કેન્ડય ઋષિ તેમની પાસે ભગવાનની માયા જોવા માટે ઈચ્છા કરે છે. થોડા સમય બાદ માર્કેન્ડય ઋષિ પ્રલયકાળમાં ફસાઈ જાય છે અને ત્યાં તેમને ભગવાનના બાલમુકુંદ સ્વરૂપનું દર્શન થાય છે. ભગવાનની આ અદભુત માયા ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે માર્કેન્ડય ઋષિ ની કથા, અને ભગવાનના નર નારાયણ સ્વરૂપ માં તેમની સામે પ્રગટ થવાની વાત, તથા માર્કેન્ડય ઋષિએ કરેલી ભગવાન નર-નારાયણ ખૂબ ઉમદા સ્તુતિ સાંભળીશું.
  continue reading
 
શૌનકજીના પ્રશ્નના જવાબમાં, સુતજી, વ્યાસજી દ્વારા વેદોનું વિભાજન કેવી રીતે થયું તેના વિશે આપણને આ અધ્યાયમાં વ્યાખ્યાન કરે છે.
  continue reading
 
એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃ…
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે શ્રી શુકદેવજી નો અંતિમ ઉપદેશ સાંભળીશું. આ ઉપદેશમાં શ્રી શુકદેવજી આત્માના અજર અને અમર હોવાની વાત પરીક્ષિતને સમજાવે છે.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે શુકદેવજી દ્વારા આપણી અંદર રહેલા મોહ અને અભિમાનને ચકનાચૂર કરી દેનારા કાળ વિશેનું વર્ણન સાંભળીશું. આપણે સતયુગમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં, અને કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકાય તેના વિશે પણ જાણીશું અને નામસંકીર્તન નો મહિમા સમજીશું.
  continue reading
 
દારૂક ગયા પછી અનેક દેવતાઓ, ઋષિમુનિઓ, અને બીજા ઘણા બધા ભગવાનના દર્શન માટે પ્રભાસક્ષેત્રમાં પહોંચ્યા અને તેમના જોતાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પહોંચી ગયા. આમ ભગવાને પૃથ્વી પર પોતાની લીલા સંકેલી.
  continue reading
 
આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને…
  continue reading
 
આજના ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ધર્મનું નિરુપણ કરે છે તેઓ જણાવે છે કે જ્યારે મનુષ્ય સમભાવની ભાવનાથી પ્રેરાઈને બધામાં મને જુએ છે ત્યારે મને પામી લે છે. ભાગવત ધર્મનો આભાર ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપે છે.
  continue reading
 
Loading …

Quick Reference Guide